Saturday, April 28, 2007

પનાહ માગું છું

પાંપણોમાં પનાહ માગું છું,
બસ, કરમની નિગાહ માગું છું.
આચરું તોય પાપ ના લાગે,
એક એવો ગુનાહ માગું છું.
શબ્દ લઈ દ્વાર દ્વાર ભટકું છું
માંહ્ય બેઠો ગવાહ માગું છું
નામ મુજ ચિત્તમાં રહે ભમતું,
અન્ય બાકી તબાહ માગું છું.
ના ઘટે પણ વધે સમય સરતાં,
દર્દનો એ પ્રવાહ માગું છું.
મ્હેકવું છે મને સુમન થઈને,
ફૂલ પાસે સલાહ માગું છું.

– આબિદ ભટ્ટ


[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.]

No comments: