Tuesday, July 31, 2007

હું ........... નથી શક્તો.

બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો,
કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો.

તું એવા સૂર્ય આંખે આંજી ગઈ છે કે આ પાંપણમાં
શશી, નિંદ્રા કે શમણાં-કાંઈ બિછાવી નથી શક્તો.

જમાના જેવું પણ છે કંઈ અને એ માનવાનું પણ,
હું જાણું છું છતાં આ મનને સમજાવી નથી શક્તો.

જણાય એવું કે બાજી મારી છે, પ્યાદાં ય મારાં છે,
કશું તો છે કે એકે દાવમાં ફાવી નથી શક્તો.

લગીરે દર્દ ના હો મુજ ગઝલમાં, ઈચ્છું છું એવું,
જીવનની વાત છે, હું ખોટું દર્શાવી નથી શક્તો.

કવનમાં છે જીવન મારું, છડેચોક આ કહું હું કેમ ?
જે દિલમાં છે હું એને હોઠ પર લાવી નથી શક્તો.

લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’

નથી શકતુ.

સબધો ના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતુ,
એમા જોડણી ની ભુલ કોઇ શોધી નથી શક્તુ.
ખુબ સરળ હોય છે વાકય રચના એની,
છતા પણ એમા પુરણવીરામ કોઇ મુકી નથી શકતુ.