Saturday, April 28, 2007

પનાહ માગું છું

પાંપણોમાં પનાહ માગું છું,
બસ, કરમની નિગાહ માગું છું.
આચરું તોય પાપ ના લાગે,
એક એવો ગુનાહ માગું છું.
શબ્દ લઈ દ્વાર દ્વાર ભટકું છું
માંહ્ય બેઠો ગવાહ માગું છું
નામ મુજ ચિત્તમાં રહે ભમતું,
અન્ય બાકી તબાહ માગું છું.
ના ઘટે પણ વધે સમય સરતાં,
દર્દનો એ પ્રવાહ માગું છું.
મ્હેકવું છે મને સુમન થઈને,
ફૂલ પાસે સલાહ માગું છું.

– આબિદ ભટ્ટ


[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.]

એકવખત આપને દઈ દીધેલું દિલ

એકવખત આપને દઈ દીધેલું દિલ, એ હજુયે યાદ છે મને

ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, એ હજુયે યાદ છે મને



હતા તારા ચહેરા પરે બે ખિલ, એ હજુયે યાદ છે મને

ને લગાવતી હતી મારા પૈસે ક્લેરેસીલ, એ હજુયે યાદ છે મને



ને સાયકલ થી સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ, હજુયે યાદ છે મને

ને પછીથી સાંપડી હતી સેન્ડલોની હીલ, એ હજુયે યાદ છે મને



માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં, હું ને તું

ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ, એ હજુયે યાદ છે મને



ને મીલવવી હતી આખથી આખડી મારે, એ હજુયે યાદ છે મને

ને બાંધી તે મારા હાથે રાખડી, એ હજુયે યાદ છે મને

Wednesday, April 18, 2007

શાંત ઝરુખે

શાંત ઝરુખે વાટ નિરતી રૂપની રાણી જોઇ હતી,
મે એક શહેજાદી જોઇ હતી,
એના હાથની મહેદી હસતી હતી, એના આંખનુ કાજલ હસતુ હતુ,
એક નાનું અમથું ઉપવન જાને મોસમ જોઈ વિરતુ હતું,
એના સ્મિત મા 100 ગીત હતા એને ચુપતી પણ સંગીત હતું.
એને પડછાયા ની હતી લગ્ન એને પગરવ સાથે પ્રીત હતી,
એને આંખના અસોપલવથી એક સપનમહેલ શણગાર્યો તો,
જરા નજર ને નીચી રાખને એને સમય ને રોકી રાખ્યો તો,
એ મોજા જેમ ઉછળતી હતી, ને પવનની જેમ લહેરાતી હતી,
કોઈ હસીને સામે જોવે તો બહુ પ્યાર ભયુઁ શરમાતી હતી,
વર્ષો બાદ ફરીથી આજે ઈ ઝરુખે જોયો હતો,
ત્યાં ગીત નથી,સંગીત નથી, પગરવ સાથે પ્રીત નથી,
ત્યાં સપના ના મહેલ નથી ને ઉમિઁના ખેલ નથી,
બહુ સુનું સુનું લાગે છે,બહુ વસમું વસમું લાગે છે,
એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન,
મે તો એને માત્ર ઝરુખે વાટ નિખતિ જોઇ હતી,
કોણ હતું એ નામ્, હતું શું ઈ પણ હું ક્યાં જાણું છું,

શોધીએ છીએ. .........

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,

ક્યારેક અમૃત વલોવી જહર શોધીએ છીએ.


કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,

ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.


ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,

દીવો લઇ કદી પેલી નિંદરને શોધીએ છીએ.



વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,

હવે એમનાં દિલમાં મધુરપ શોધીએ છીએ.



કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,

હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.



સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી

હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?



કદી ન આપ્યો આદર જેને ન હૂંફ આપી છે,

એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.



સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,

એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?

વાર નથી લાગતી

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી
જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી
તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી
માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી